યમુનાષ્ટક
(યમુનાષ્ટક ગુજરાતી અર્થ સાથે)
નમામિ યમુનામહં સકલસિદ્ધિહેતું મુદા મુરારીપદપંકજસ્ફુરદમંદરેણુત્કટકામ,તટસ્થવનકાનનપ્રકટમોદપુષ્પાંબુના સુરાસૂરસુપુજીતસ્મરપિતુઃ શ્રીયં બિભ્રતિમ ||1||અર્થ = સર્વ સિદ્ધિઓના કારણ રૂપ મુરારી શ્રી કૃષ્ણ ના ચરણ કમળ વિષે તેજસ્વી અને જળ કરતાં વિશેષ રેણુને ધારણ કરનારા, પોતાના કિનારા પર રહેલા નવા વનોમાં વિકસેલા સુગંધિત પુષ્પમિશ્રિત-સુગન્ધયુક્ત જળ વડે, દૈન્યભાવવાળા અને કામ-માનભાવવાળા ભકતોથી સારી રીતે પૂજિત અને શ્રી કૃષ્ણ ની સુંદરતા ને ધારણ કરનારાં શ્રી યમુનાજી મહારાણી જી ને હું આનદપૂર્વક નમન કરું છું ...||1||
અર્થ= કલિંદપર્વતના શિખર પર પડતાં મોટા પ્રવાહ ના વેગ ના લીધે ઉજળા દેખાતા વિલાસપૂર્વક ગતિ વડે શોભાતા અને પર્વતના ગંડસ્થળરૂપથી ઉંચા નીચા દેખાતા, શબ્દપૂર્વક ગતિના કારણથી વિવિધ વિકારયુક્ત, ઉત્તમ ઝુલામાં સારી રીતે બિરાજ્યા હોય તેમ લાગતાં, શ્રીમુકુંદભગવાનમાં પ્રીતિ વધારનારા, શ્રીસૂર્યનાં પુત્રી શ્રીયમુયાનાજી જાય પામે છે. ...||2||કલિંદગિરિમસ્તકે પતદમંદપુરોજ્જ્વલાવિલાસગમનોલ્લસત્પ્રકટગંડશૈલોનતા |સુઘોષગતિદંતૂરા સમધિરૂઢદોલોત્તમાંમુકુંદરતીવર્ધિની જયતિ પદ્મબંધો: સુતા ||2||
ભૂવં ભુવનપાવનીમધીગતામનૈકસ્વનૈ:
પ્રિયાભીરિવસેવિતાં શુક્મયૂરહંસાદીભી |
તરંગભુજકંકણપ્રકટમુક્તિકાવાલુકા
નિતંબતટસુંદરી નમતક્રુષ્ણતૂર્યપ્રિયામ ||3||
અર્થ -- ભૂમંડલ ને પવિત્ર કરનારા શ્રી યમુનાજી પૃથ્વી પર પધારતા સખીઓએ જેમ સેવનકરતા હોય તેમ વિવિધ શબ્દો કરતાં, પોપટ, મોર, હંસ, પક્ષીઓથી સેવાતાં અને તરંગ રૂપી શ્રીહસ્તમાં ધારણ કરેલા કંકણ પર જડેલાં મોતિઑ જેમ ચમકતી રેતીયુક્ત અને નિતંબભાગ રૂપ બંને બાજુના તટોથી સુંદર દેખાતા શ્રીકૃષ્ણના ચતુર્થપ્રિયા ને હું નમન કરું છું ||3||અનંતગુણભૂષિતે શિવવીરંચી દેવસ્તુતે ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |વિશુધ્ધમથુરાતટે સકલગોપગોપીવૃતે કૃપાજલધિસંશ્રીતે મમ મન સુખં ભાવય ||4||અર્થ -- અસંખ્યગુણો વડે સુશોભિત, શિવબ્રહ્માદીથી સ્તુતિકરાયલા, ઘાટા મેઘસરખા સ્વરૂપવાળા, ધ્રુવ પરાશર વગેરે ને મનવાંછિત ફળનું દાન કરનારા, વિશુધ્ધ મથુરા જેમના તટ ઉપર છે. એવાં સર્વ ગોપ, ગોપીજનોથી ઘેરાયેલા, કૃપાસાગર શ્રીકૃષ્ણના આશ્રયમાં રહેલા, મારા મનને સૂખ થાય. ||4||
યયાં ચરણપદ્મજા મુરરીપો: પ્રીયંભાવુકા
સમાગમનતોડભવત સકલસિધ્ધીદા સેવતાં |
તયા સદૃશ્યતામિયાત કમલજા સપત્નીવયત
હરિપ્રિયકલિંન્દયા મનસી મે સદા સ્થિયતામ ||5||
અર્થ--- જેમના સમ્મિલનથી શ્રીગંગાજી શ્રીકૃષ્ણના પ્રિય થયા તથા સેવા કરનારા પોતાના ભક્તો ને સર્વ ઐશ્વર્યો આપનારા થયા તે શ્રીયમુનાજી ની સમાનતા કોણ કરી શકે છે ? જો કોઈ સમાનતા કરી શકતા હોય તો શ્રીલક્ષ્મીજી છે. એવાં ભગવદ ભક્તોના દોષ નાશ કરનારા શ્રીયમુનાજી મારા મનમાં નિરંતર વાસ કરો...||5||નમોસ્તુ યમુને સદા તવ ચરિત્રમત્યદ્ભૂતમ,ન જાતું યમયાતના ભવતિતે પય પાનત: |યમોડપી ભગિનીસુતાન કથમુહંતી દુષ્ટાનડઅપી પ્રિયો ભવતિ સેવનાત તવ હરેર્યથા ગોપિકા: ||6||
અર્થ -- હે યમુનાજી ! આપને નિત્ય નમન હો. આપનું ચરિત્ર અત્યંત આશ્ચર્ય કારક છે. આપના જલપાનથી યમની પીડા કિયારેક પણ થતી નથી. યમરાજ પણ ખરાબ પણ પોતાના ભાણેજોને અરે કેમ મારે ! આપની સેવાથી જેવી રીતે શ્રીગોપીજનો શ્રીપ્રભુને પ્રિય થાઈ છે તેમ ભક્ત પણ પ્રિય થાઈ છે. ||6||
મમાષ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા ન દુર્લભતમા રતિમુર્રરિપૌ મુકુંદપ્રિયે |અતોસ્તુ તવ લાલના સુરધુનિ પરં સંગમાત ,તવૈવ ભૂવિકીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતે: ||7||
અર્થ -- હે શ્રીયમુનાજી ! આપની સમીપમાં મારો દેહ ભગવલ્લિલામાં ઉપયોગી થાય એવો થાઓ, એટલાથી શ્રીભગવાનમાં પ્રીતિ દુર્લભ નથી, એટલા માટે આપના સ્તુતિરૂપ લાડ હો. શ્રીગંગાજી કેવલ આપના જ સમ્મિલનથી પૃથ્વી માં કિર્તિ પામ્યા છે, પરંતુ આપના સમ્મિલન વિનાનાં શ્રીગંગાજીની સ્તુતિ પુષ્ટિસ્થ જીવોએ ક્યારેય પણ કરી નથી ..||7||
સ્તુતિ તવ કરોતી ક: કમલજા સપત્ની પ્રિયે ,હરેર્યદનું સેવયાં ભવતિ સૌખ્યમાંમોક્ષત: |ઇયં તવ કથાધિકા સકલગોપિકાસંગમ ,સ્મરશ્રમલાણુંભિ: સકલ ગાત્રજૈ: સંગમ: ||8||
અર્થ -- શ્રીલક્ષ્મીજીના સમાન સૌભાગ્યવાળા હે શ્રીયમુનાજી ! આપની સ્તુતિને કોણ કરી શકે ? અર્થાત કોઈ કરી શકતું નથી, કારણ પ્રથમ શ્રીહરીની સેવા કરીને પછીથી લક્ષ્મીજીની સેવા કરવામાં આવે તો મોક્ષપર્યંત સુખ થાય છે, પણ આપની આ કથા-માહત્મ્ય સર્વથી અધિક છે કે જે આપની સેવાથી ભક્તોને શ્રીઅંગો માથી ઉત્પન્ન થયેલા સર્વ ગોપીજનોના સંબંધ - સમાગમ થી થયેલાં કેલી-ક્રીડાના શ્રમના જલકાણો સાથે સમાગમ થાય છે, લીલાની પ્રાપ્તિ અનુભવ સાથે થાય છે.||8||
તવાષ્ટકમીદં મુદાપઠતી સુરસુતે સદાસમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ:|તયા સકલસિધ્ધ્યો મુર્રિપોશ્ચ સંતુષ્યતીસ્વભાવોવિજયો ભવેત્વદતી વલ્લભ: શ્રીહરી ||9||
અર્થ -- હે સૂર્યની પુત્રી યમુનાજી ! આપના અષ્ટકનો જે કોઈ નિરંતર પ્રશન્નતા પૂર્વક પાઠ કરે છે તેના સઘળા પાપો નાશ થાય છે, શ્રીમુકુંદ ભગવાનમાં નિશ્ચય જ સ્નેહ થાય છે, તે સ્નેહદ્વારા સર્વ પ્રકાર ના ઐશ્વરયો મળે છે, તથા સ્વભાવનો વિજય થાય છે. શ્રીમુરારી ભગવાન પરમ પ્રસન્ન થાય છે એમ શ્રીસ્વામીનિજી સહિત શ્રીહરિને પ્યારા શ્રીમદવલ્લભાચાર્યજી કહે છે. ||9||