અઢાર પુરાણો ની માહિતી
ભારતીય સનાતન ધર્મ માં પુરાણો નું ખૂબ મહત્વ છે .. હિન્દુ ધર્મ માં મુખ્ય અઢાર (18) પુરાણો ગણવામાં આવે છે .
આ પુરાણો ની અંદર આપના જીવન ના તમામ સારા અને ખરાબ બંને પ્રસંગો માં કેમ જીવવું એ શીખવાડે છે , આપના જીવન ની કોઈ પણ પરિસ્થિતી માં કેમ રીતે જીવવું એ આપણને આપણાં પુરાણો શીખવે છે ..
કુલ અઢાર પુરાણો છે ...જેના નામ નીચે મુજબ છે ....
1) બ્રહ્મ પુરાણ
બ્રહ્મ પુરાણ બધાથી પ્રાચીન પુરાણ છે , જેમાં 246 અધ્યાય અને 14000 શ્લોક છે. આ ગ્રંથ માં બેયહમાં ની મહાનતા અને સૃષ્ટિ ની ઉત્પત્તિ , ગંગા અવતરણ , રામાયણ અને કૃષ્ણ અવતાર ની કથાઓ છે . આ ગ્રંથ માં સૃષ્ટિ ની ઉત્પત્તિ થી સિંધુ ઘાટિ ની સભ્યતા સુધી ની ઘણી બધી જાણકારી ઑ જોવા મળે છે ..
2) . પદ્મ પુરાણ
પદ્મ પુરાણ માં કુલ 641 અધ્યાય છે, મત્સ્ય પુરાણ અનુસાર 55000 અને બ્રહ્મ પુરાણ અનુસાર 59000 શ્લોક છે, આમાં 5 પાંચ ખંડ છે ,
ક). સૃષ્ટિખંડ
ખ). સ્વર્ગખંડ
ગ). ઉત્તરખંડ
ઘ). ભૂમિખંડ
ચ). પાતાળ ખંડ
આ ગ્રંથ માં પૃથ્વી આકાશ તથા નક્ષત્રો ની ઉત્પતિ વિષે ઉલ્લેખ કરેલ છે , ચાર પ્રકારના જીવો ની ઉત્પત્તિ છે .
જેને ૧ -ઉદબીજ , ૨ - સ્વેદજ , ૩- અંડજ ૪- જરાયુજ આદિ શ્રેણી માં રાખવામા આવેલ છે , જે પૂર્ણ વૈજ્ઞાનિક છે ભારત ના પર્વતો અને નદીઓના વિસ્તાર નું વર્ણન છે , આ પુરાણ માં શકુંતલા અને દુષ્યંત થી ભગવાન રામ સુધી ઘણા ઈતિહાસો છે , શકુંતલા દુષ્યંત પુત્ર ભરત પરથી જ આ જાંબુદ્વીપ નું નામ ભારત પડ્યું .......
૩) વિષ્ણુ પુરાણ
પુરાણો ના પાંચ લક્ષણ આ પુરાણ માં જોવા મળે છે , જેમાં 6 અંશ અને 23000 શ્લોક છે , આ પુરાણ માં ભગવાન વિષ્ણુ અને બાળક ધ્રુવ તથા કૃષ્ણાવતાર ની કથા જૂવા મળે છે . તથા રાજા પૃથુ ની પણ કથા છે, જેથી આ ધારા નું નામ પૃથ્વી પડ્યું , આ પુરાણ માં ચંદ્ર્વંસી અને સૂર્યવંસી રાજા ના ઈતિહસો પણ છે , ભારત દેશ અને ભારતવાસી ઓની ઓડખ આ ગ્રંથ માં છે , માટે વિષ્ણુ પુરાણ ઐતિહાસિક ગ્રંથ છે.
4) શિવ પુરાણ
શિવ પુરાણ મા 24000 શ્લોક છે, અને સાત (7) સંહિતા માં વિભાજીત છે, ભગવાન શિવ ની મહાનતા તથા એના સંબધિત કથા દર્શીત કરવામાં આવી છે, આને વાયુ પુરાણ પણ કહેવાય છે, આ પુરાણ માં કૈલાશ પર્વત, શિવલિંગ, રુદ્રાક્ષ નુ વર્ણન કર્યું છે, તથા મહત્વ દર્શીત કરવામાં આવ્યું છે, અને સપ્તાહ ના સાત વારની રચના, પ્રજાપતિ તથા કામ પર વિજય પ્રાપ્ત કરવા ની કથા પણ આમા આવે છે.
5) ભાગવત પુરાણ
આ સર્વાધિક પ્રચલિત પુરાણ છે , આનું સાપ્તાહિક - વાચન- પઠન થાય છે ,આમાં 12 સ્કંદ છે, અને 18000 શ્લોક છે. આ ગ્રંથ માં આધ્યત્મ વિષય પર ખૂબ ચર્ચા કરવામાં આવી છે, ભક્તિ- જ્ઞાન - અને વૈરાગ્ય ની મહતા દર્શાવવામાં આવી છે, અને વિષ્ણુ તથા કૃષ્ણાવતાર ની કથા સાથે મહા ભારત કાળ પૂર્વ ના રાજાઑના, ઋષિઑના, મુનિઓના તથા અશુરોના વર્ણન કરવામાં આવેલ છે,તથા મહાભારત પછી ભગવાન શ્રી કૃષ્ણ નો દેહત્યાગ, દ્વારિકા નગરીનું જલમગ્ન થવું અને યદુવંશ નો નાશ સુધી ની કથા નું વિવરણ છે....
ભાગવત પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......
6) નારદ પુરાણ
આ પુરાણ ને મહા પુરાણ પણ કહેવાય છે, આમાં વૈષ્ણવો ના ઉત્સવો અને વ્રતો નું વર્ણન છે, આ બે (2) ભાગ માં છે, તથા 25000 શ્લોક છે, જેમાં પ્રથમ ભાગ માં મંત્ર તથા મૃત્યુ પછી ના વિધાન આદિ છે, તથા બીજા ભાગમાં સંગીત ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, ( બૃહન્નાર્દિય ) પુરાણ માં ધર્મ-મોક્ષ-નક્ષત્ર-કલ્પ નિરૂપણ- વ્યાકરણ-નિરુક્ત-જ્યોતિષ-ગૃહ વિચાર-મંત્રસિધ્ધિ-વર્ણાશ્રમ ધર્મ-શ્રાધ્ધ અને પ્રાયશ્ચિત આદીનું વર્ણન છે.નારદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
7) માર્કન્ડેય પુરાણ
અન્ય પુરાણ કરતાં આ પુરાણ ઘણું નાનું છે, આ પુરાણ માં 9000 શ્લોક છે, તથા 137 અધ્યાય છે, જેમાં સામાજિક ન્યાય એસએનઆર યોગ વિષય માં ઋષિ માર્કન્ડેય તથા ઋષિ જૈમિની વચ્ચે સંવાદ છે, તથા ભગવતી દુર્ગા અને શ્રી કૃષ્ણ થી સંકળાયેલી કથાઑ પણ છે.
માર્કન્ડેય પુરાણ વાચવા માટે અહી ક્લીક કરો.....
સાથે શિવલિંગ-દુર્ગા-ગણેશ-સૂર્ય-પ્રાણપ્રતિષ્ઠા અને ભૂગોળ-ગણિત-ફલિત જ્યોતિષ-વિવાહ-મૃત્યુ-શકુનવિદ્યા-વસ્તુવિધિ-દિનચર્યા-નીતિ શાસ્ત્ર-યુધ્ધ વિદ્યા-ધર્મશાસ્ત્ર-આયુર્વેદ-છંદ-કાવ્ય-વ્યાકરણ-કોષ નિર્માણ આદિ ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે,
આયુર્વેદ-ધનુર્વેદ અને ગાંધર્વ વેદ ને આ પુરાણ ના ઉપવેદ પણ કહેવાય છે..
અગ્નિ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો,,,,,,,.....
માર્કન્ડેય પુરાણ વાચવા માટે અહી ક્લીક કરો.....
8) અગ્નિ પુરાણ
આ પુરાણ ને ભારતીય વિદ્યાઑ અને ભારતીય સંસ્કૃતિ નો મહાન કોષ માનવામાં આવે છે, આમાં 383 અધ્યાય અને 15000 શ્લોક છે, ભગવાન વિષ્ણુ ના અવતાર નું વર્ણન છે, તથા મ્ત્સ્યાવતાર, રામાયણ અને મહાભારત ની કથા ઑ પણ છે.સાથે શિવલિંગ-દુર્ગા-ગણેશ-સૂર્ય-પ્રાણપ્રતિષ્ઠા અને ભૂગોળ-ગણિત-ફલિત જ્યોતિષ-વિવાહ-મૃત્યુ-શકુનવિદ્યા-વસ્તુવિધિ-દિનચર્યા-નીતિ શાસ્ત્ર-યુધ્ધ વિદ્યા-ધર્મશાસ્ત્ર-આયુર્વેદ-છંદ-કાવ્ય-વ્યાકરણ-કોષ નિર્માણ આદિ ઘણા બધા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે,
આયુર્વેદ-ધનુર્વેદ અને ગાંધર્વ વેદ ને આ પુરાણ ના ઉપવેદ પણ કહેવાય છે..
અગ્નિ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો,,,,,,,.....
9) ભવિષ્ય પુરાણ
આ પુરાણ ભવિષ્યની ઘટના નું વર્ણન કરેલ છે, આ પુરાણ બે (2) ભાગ માં છે, 129 અધ્યાય અને 28000 શ્લોક છે, જેમાં સૂર્ય નું મહત્વ -- વર્ષ ના 12 મહિના ના નિર્માણ ,, ભારત ના સામાજિક-ધાર્મિક- તથા શૈક્ષિક વિદ્યાનો વગેરે ઘણા વિષયો પર વાર્તાલાપ છે,તથા સાપ ની ઓડખ-વિષ-વિષદંશ ની જાણકારી પણ છે, ભવિષ્યના રાજાઓની કથા તથા નંદવંશ -મોર્યવંશ-અને મુગલ વંશ - છત્રપતિ શિવાજી અને મહારાણી વિકટોરિયા સુધીનું વર્ણન છે, તથા વિક્રમ વેતાલ અને વેતાલ પચ્ચીસી ની કથા આમાં જ છે, અને સત્યનારણ ની કથા પણ આમાં જ છે..
ભવિષ્ય પુરાણ વાચવા માટે અહી ક્લિક કરો.....
10) બ્રહ્મ વૈવર્ત પુરાણ
આ વૈષ્ણવ પુરાણ છે 218 અધ્યાય ચાર (4) ખંડ અને 18000 શ્લોક છે, બ્રહ્મા-ગણેશ-તુલસી-સાવિત્રી-લક્ષ્મી- સરસ્વતી તથા શ્રી કૃષ્ણ ની મહાનતા ને દર્શાવવામાં આવેલ છે, અને એ સંબધિત કથા પણ છે,આ પુરાણ માં આયુર્વેદ સંબંધિત જ્ઞાન પણ સંકલિત કરવામાં આવેલ છે.....
11) લિંગ પુરાણ
આ પુરાણ માં 163 અધ્યાય છે, અને 11000 શ્લોક છે, આમ શિવજી ના 28 અવતારો ની કથા છે, તથા બે (2) ભાગ માં છે, સૃષ્ટિ ની ઉત્પતિ તથા ખગોલીક કાળ માં યુગ કલ્પ આદીનું વર્ણન છે, રાજા અંબરીશ ની કથા પણ આ પુરાણ માં છે, અને અઘોર મંત્ર તથા અઘોરવિદ્યા ના સંબંધ માં ઘણા બધા ઉલ્લેખ કરવામાં આવ્યા છે,લિંગ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો.....
12) વરાહ પુરાણ
આ પુરાણ ભગવાન શ્રી વિષ્ણુ ના વરાહ અવતાર નું વર્ણન કરે છે, જેમાં પૃથ્વીનો પાતાળ લોક થી ઉધ્ધાર કરી આ પુરાણ નું પ્રવચન કરેલ છે, જેમાં 24000 શ્લોક છે પણ હાલ માં 10000 શ્લોક પ્રાપ્ત છે, 217 અધ્યાય છે, વરાહ અવતાર ની કથા અને ભગવદ ગીતાનો વિસ્તાર થી વર્ણન કરેલ છે, આ પુરાણ માં સૃષ્ટિ નો વિકાસ- સ્વર્ગ- પાતાળ તથા અન્ય લોકોનું વર્ણન છે. શ્રાધ્ધ પધ્ધતિ, સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન થવું, અમાસ તથા પુનમ નું વર્ણન છે.ખાસ વાત એ છેકે જે ભૂગોલીક અને ખગોલીક તથ્ય આ પુરાણ માં છે તે પાશ્ચાત્ય જગત ના વૈજ્ઞાનિકો ને પંદરમી (15) શતાબ્દી પછી જાણ થય ....
વરાહ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો ,........
13) સ્કંદ પુરાણ
આ પુરાણ શિવ પુત્ર સ્કંદ (કાર્તિકેય -સુબ્રમન્ય ) ના નામ પર છે, આ સૌથી મોટું પુરાણ છે, છ(6) સંહિતા છે,
સાત (7) ભાગ છે, માહેશ્વર-વૈષ્ણવ-બ્રહ્મ-કાશી-અવંતી-નાગર(તાપ્તી)-પ્રભાસ વગેરે છે.
સ્કંદ પુરાણ માં પ્રાચીન ભારત નું ભૌગોલિક વર્ણન છે, 27 નક્ષત્રો -18 નદીઓ -અરુણાચલ પ્રદેશ નું સૌંદર્ય -12 જ્યોતિર્લીંગ તથા ગંગા અવતરણ આખ્યાન પણ છે, આમ સ્યાહાદ્રી પર્વત શ્રંખલા તથા કન્યા કુમારી મંદિર નો ઉલ્લેખ પણ છે, આ પુરાણ માં સોમદેવ -તારા તથા એના પુત્ર બુધ્ધ ગ્રહ ની ઉત્પતિ કથા પણ છે....
સ્કંદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......
વામન પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
જેમાં 18000 શ્લોક તથા ચાર (4) ખંડ કે સંહિતા છે. કૂર્માવતાર ની કથા વિસ્તાર થી કરવાં માં આવેલી છે,
આમાં બ્રહ્મા-શિવ-વિષ્ણુ-પૃથ્વી-ગંગા ની ઉત્પતિ અને ચાર યુગ- માનવ જીવન ના ચાર આશ્રમો તથા ધર્મો અને ચંદ્ર વંશ ના રાજા ના ચરિત્રો છે...
કૂર્મ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો...
મત્સ્ય પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો...
આ પુરાણ માં મૃત્યુ પછી પુનર્જન્મ તથા ગર્ભ માં સ્થિત ભ્રૂણ ની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપથી વર્ણવવામાં આવી છે. જે સમસ્ત યુરોપ માં એ સમયે ભ્રૂણ વિકાસ ની કોઈ વૈજ્ઞાનિક ને જાણકારી પણ ના હતી.
ગરુડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો .....
બ્રહ્માણ્ડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
સ્કંદ પુરાણ માં પ્રાચીન ભારત નું ભૌગોલિક વર્ણન છે, 27 નક્ષત્રો -18 નદીઓ -અરુણાચલ પ્રદેશ નું સૌંદર્ય -12 જ્યોતિર્લીંગ તથા ગંગા અવતરણ આખ્યાન પણ છે, આમ સ્યાહાદ્રી પર્વત શ્રંખલા તથા કન્યા કુમારી મંદિર નો ઉલ્લેખ પણ છે, આ પુરાણ માં સોમદેવ -તારા તથા એના પુત્ર બુધ્ધ ગ્રહ ની ઉત્પતિ કથા પણ છે....
સ્કંદ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો......
14) વામન પુરાણ
આ પુરાણ વિષ્ણુ ના અવતાર વામન અવતાર નું વર્ણન છે. 95 અધ્યાય અને 10000 શ્લોક છે, બે (2) ભાગ છે હાલ એક (1) ભાગ ઉપલભ્ધ છે, આ પુરાણ માં વામન અવતાર કથા વિસ્તાર થી કરેલ છે, જે ભૃગુ કચ્છ (ભરુચ) ગુજરાત માં થયેલ છે, તથા સૃષ્ટિ-જાંબુદ્વીપ તથા અન્ય સાત દ્વિપોની ઉત્પતિ -પૃથ્વી ની ભૌગોલિક સ્થિતિ-મહત્વશાળી પર્વતો, નદીઓ તથા ભારત ના ખંડો નું વર્ણન છે.વામન પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....
15) કૂર્મ પુરાણ
આ પુરાણ ભગવાન વિષ્ણુ ના કૂર્મ અવતાર ની કથા નું વર્ણન છે.જેમાં 18000 શ્લોક તથા ચાર (4) ખંડ કે સંહિતા છે. કૂર્માવતાર ની કથા વિસ્તાર થી કરવાં માં આવેલી છે,
આમાં બ્રહ્મા-શિવ-વિષ્ણુ-પૃથ્વી-ગંગા ની ઉત્પતિ અને ચાર યુગ- માનવ જીવન ના ચાર આશ્રમો તથા ધર્મો અને ચંદ્ર વંશ ના રાજા ના ચરિત્રો છે...
કૂર્મ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો...
16)મત્સ્ય પુરાણ
ભગવાન શ્રી વિષ્ણુ ના મત્સ્યાવતાર ની કથા આ પુરાણ માં છે. 290 અધ્યાય અને 14000 શ્લોક છે, જળ પ્રલય નું વર્ણન તથા કલિયુગ ના રાજાઓની સૂચી આપેલ છે,, આપણી સૃષ્ટિ-સૌરમંડળ ના ગ્રહો તથા ચારેય યુગ ની તથા ચંદ્ર વંશી રાજાઓની કથા વર્ણવી છે, કચ-દેવ્યાનિ, શર્મિસ્ઠા તથા રાજા યયાતી ની રોચક કથા પણ આ પુરાણ માં છે.....મત્સ્ય પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો...
17) ગરુડ પુરાણ
આ પુરાણ વૈષ્ણવ પુરાણ છે. જે ભગવાન શ્રોતા ગરુડ ને અને ગરુડે કશ્યપ ને સાંભળવી હતી, 279 અધ્યાય અને 18000 શ્લોક છે, આ ગ્રંથ માં મૃત્યુ પશ્ચાતની ઘટનાઓ તથા પ્રેતલોક - યમલોક નરક તથા ચોર્યાસી (84) લાખ યોનીઓ ને નરક સમાન જીવન વગેરે કહ્યું છે. સાથે સૂર્યવંશ અને ચંદ્રવંશ ના રાજાઓની કથાઑ પણ છે, ખાસ કરી કોઈના મૃત્યુ પછી આ પુરાણ વાચવામાં આવે છે.આ પુરાણ માં મૃત્યુ પછી પુનર્જન્મ તથા ગર્ભ માં સ્થિત ભ્રૂણ ની વૈજ્ઞાનિક અવસ્થા સાંકેતિક રૂપથી વર્ણવવામાં આવી છે. જે સમસ્ત યુરોપ માં એ સમયે ભ્રૂણ વિકાસ ની કોઈ વૈજ્ઞાનિક ને જાણકારી પણ ના હતી.
ગરુડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો .....
18) બ્રહ્માણ્ડ પુરાણ
આ પુરાણ માં ત્રણ (3) ભાગ 109 અધ્યાય અને 12000 શ્લોક છે. આ પુરાણ માં બ્રહ્માણ્ડ માં સ્થિત ગ્રહો ના વિષે વર્ણન કરવાં આવ્યું છે, સાથે સૂર્ય અને ચંદ્રવંશી રાજાઓના ઇતિહાસ પણ છે. સૃષ્ટિ ની ઉત્પતિ થી લઈને અત્યાર સુધી સાત મન્વંતર વીતી ગયા છે, જેની વિસ્તાર થી વર્ણન છે. શ્રી પરશુરામ ની કથા પણ આ પુરાણ માં છે. આ પુરાણ ને વિશ્વ નું પ્રથમ ખગોળ શાસ્ત્ર પણ કહેવાય છે. ભારત ના ઋષિઑ આ પુરાણ ના જ્ઞાન ને ઇંડોનેશિયા પણ લઈ ગયા હતા જેના પ્રમાણ ઇનડોનેસિયા ની ભાષા માં મળે છે.બ્રહ્માણ્ડ પુરાણ ને વાચવા માટે અહી ક્લિક કરો....