રૂચક યોગ માં જન્મેલ જાતક નું જન્મ ફળ
રૂચક યોગ માં જન્મેલા મહાપુરુષો , લાંબા આવર્દા , નિર્મળ કાંતિ , તે રુધિર થી પુસ્ટ શરીર વાળા , સાહસી , મનની કામના પૂરી કરનારા , સુંદર ભ્રકૂટી , કાળા કેસ ને સરખા હાથ પગ વાળા મંત્ર જાણનારા , સારી કિર્તિ , લાલ ને શ્યામ શરીરવાળા શૂરા શત્રુના બળ ને તોડનારા, શંખ સરખી ગર્દન ને મોટા યશ વાળા ક્રૂર દેવતાના ભક્ત , દેવ બ્રાહમણ ને ગુરુ ને નમવા વાળા , દૂરબળ જાનું ને જંઘા વાળા હોય છે , ..
હાથ કે પગ માં ખટ્વાંગ (ખટલો કે પલંગ ) પાશ (ફાંસી), વૃષ (બળદ) ધનુષ , ચક્ર , વીણા , વજ્ર, એ ચિન્હ વાળા , સીધી આંગડિયો વાળા સલાહ કરવા માં ચતુર , હજારો મનુષ્યો માં નામાંકિત , મધ્યમ શરીર અને લાંબા મુખ વાળા , સીહાદ્રી , વિંધ્યાચલ ને ઉજજયન , દેશ ના અધિપતિ શસ્ત્ર તથા અગ્નિથી થયેલા ચિન્હો વાળા , ને 70 વરસ જીવી ને કોઈ દેવાલય માં મરણ પામે છે ....